ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.ઉપરાંત ભારતીય વાયુસેનાના પાંચ વિમાનોને મ્યાનમારના યાંગોન અને નાયપીડોમાં ઉતારવામાં આવ્યા છે. બે C-17 વિમાનોમાં 10 ટન આપત્તિ વ્યવસ્થાપન સામગ્રી, 60 પેરામેડિકલ એમ્બ્યુલન્સ અને રાષ્ટ્રીય આપત્તિ રાહત કર્મચારીઓ હતા.અગાઉ, ભારતીય વાયુસેનાના વિમાને […]