સુરતમાં કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો
સુરત: ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે […]


