વડોદરાઃ MSUના વિદ્યાર્થીએ વિવિધ રાજ્યની કલાથી રામાયણના 25 ભારતીય લોકચિત્ર બનાવ્યા
અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આકાશ શર્માએ રામાયણની વાર્તા દર્શાવતા 25 ભારતીય લોકચિત્રો પ્રદર્શિત કર્યા. ડૉ. સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ, તેમણે વિવિધ રાજ્યના વિવિધ કલા સ્વરૂપોનો ઉપયોગ મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવવા માટે કર્યો. આકાશ શર્માએ વિવિધ ભારતીય રાજ્યોના 25 ભારતીય લોક ચિત્રોમાં રામાયણની વાર્તાનું નિરૂપણ કર્યું છે. […]