1. Home
  2. Tag "IPL 2025"

IPL: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી છે. લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં 5 વિકેટથી […]

IPL 2025: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ ફટકારી શાનદાર સદી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની રેકોર્ડ સદીની મદદથી પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબે 246 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા […]

IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી હરાવ્યું છે. આ મેચ બુધવારે આસામના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં KKR એ સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 151/9 રન બનાવ્યા હતા. […]

IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ મુખ્યમંત્રી યોગીને મળી, મુખ્યમંત્રીએ જર્સીનું અનાવરણ કર્યું

લખનૌઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની રોમાંચક મેચો પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન ઋષભ પંત સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને આગામી IPL સીઝનમાં ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. સીએમ યોગીએ જણાવ્યું […]

IPL 2025 : લખનૌ સુપર જાયન્ટસનો આ ફાસ્ટ બોલર પ્રારંભની કેટલીક મેચોમાં જોવા નહીં મળે

IPL ની 18મી આવૃત્તિ (IPL 2025) 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. બધી IPL ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ IPL શરૂ થાય તે પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા બોલર મયંક યાદવ તેની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી, તે IPL 2025 ના પહેલા ભાગમાં રમી શકશે નહીં […]

આઈપીએલ 2025: બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની 3-4 મેચ ગુમાવે તેવી શકયતા

જસપ્રીત બુમરાહને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શક્યો ન હતો, હવે એક નવી અપડેટ આવી છે કે તે IPL 2025ના પહેલા બે અઠવાડિયામાં કોઈ મેચ રમી શકશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ એપ્રિલ મહિનામાં મુંબઈ ઈન્ડિયન્સના તાલીમ શિબિરમાં જોડાઈ શકે […]

આઈપીએલ 2025: કેવિન પીટરસનને દિલ્હી કેપિટલ્સ ટીમમાં મહત્વની જવાબદારી નીભાવશે

નવી દિલ્હીઃ IPL 2025 શરૂ થવામાં હવે બહુ સમય બાકી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટની 18મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે, ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન આગામી ટુર્નામેન્ટ પહેલા ટીમમાં જોડાશે. તે IPL 2025 માં મેન્ટર તરીકે ટીમનો ભાગ […]

IPL 2025 : RCB એ ટીમની કમાન રજત પાટીદારને સોંપી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2025 માટે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. IPLની આ સીઝન 21 માર્ચથી શરૂ થશે. ગુરુવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં RCB એ આ જાહેરાત કરી, જ્યાં ટીમ ડિરેક્ટર, મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને રજત પાટીદાર હાજર રહ્યા હતા. RCB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સમાચાર […]

IPL 2025માં ક્રિકેટરોને નવા બજેટથી કેટલો ફાયદો થશે?

ગઈ કાલે ભારતના કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-2026 માટે બજેટ રજૂ કર્યું. ભારત 2036 ઓલિમ્પિકની યજમાની તરફ આગળ વધી રહ્યું છે, આ માટે ખેલો ઈન્ડિયા સ્કીમ માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતમાં રમતગમત પ્રત્યે એક નવું અભિયાન શરૂ કરવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેલ, બજેટના દૃષ્ટિકોણથી, જો આપણે […]

આઈપીએલ 2025: દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન આ ખેલાડીને સોંપાય તેવી શકયતા

દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં KL રાહુલને ખરીદ્યો છે. ટીમે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સમાં હતો અને ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ દિલ્હીમાં કેપ્ટનશીપ મેળવવી મુશ્કેલ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષર પટેલને દિલ્હીની કેપ્ટનશીપ મળી શકે છે. અક્ષર લાંબા સમયથી ટીમ સાથે છે અને ઘણી વખત ઓલરાઉન્ડરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code