ભારત અને સ્પેન વચ્ચેના સંબંધો સદીઓ જૂના છેઃ દ્રૌપદી મુર્મુજી
નવી દિલ્હી, 21મી જાન્યુઆરી 2026: સ્પેનના વિદેશ, યુરોપિયન યુનિયન અને સહકાર મંત્રી જોસ મેન્યુઅલ અલ્બારેસે આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અલ્બારેસનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને સ્પેન વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે, જે વેપાર, સંસ્કૃતિ અને લોકશાહી તથા બહુત્વવાદના સહિયારા મૂલ્યો દ્વારા સમૃદ્ધ થયા છે. […]


