માધવપુર ઘેડમાં કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. 43 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે
માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, સહિત વિકાસ કાર્યો કરાશે, પ્રથમ તબક્કામાં રૂ. 48 કરોડના ખર્ચે રૂક્ષ્મણીમાતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલોપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા ગાંધીનગરઃ વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત […]


