1. Home
  2. Tag "kutch"

કચ્છમાં આડેસર પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસરા નજીક મધરાતે સર્જાયો અકસ્માત, અકસ્માતને લીધે રાત્રે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, આડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આડેસર પાસે અકસ્માતના વધુ એક બનાવમાં ટ્રેલર અને ટેન્કર સામસામે ટકરાતા બેના મોત નિપજ્યા હતા, કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર નજીક […]

કચ્છમાં બન્નીના ઘાંસિયા મેદાનમાં 20 ચિતલ હરણને લવાયા,

કચ્છના બન્નીમાં ચિતલ હરણોને ટ્રકમાંથી ઉતારતા જ ઉછળ-કૂદ કરવા લાગ્યા, હજુ વધુ 10 ચિતલ હરણોને લવાશે, ઘાસિયા મેદાનનું વાતાવરણ માફક આવશે એવી વન વિભાગને આશા ભૂજઃ કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસીયા મેદાનમાં ચિતલ હરણ લાવવામાં આવ્યા છે. રામપરા વન્યજીવ અભયારણ્ય મોરબીથી 20 ચિતલ ખાસ વાહનથી ટ્રાન્સલોકેટ કરી બન્નીમાં લાવવામાં આવ્યા છે, અને વધુ 10 જેટલા ચિતલ […]

કચ્છના ગાંધીધામમાંથી રૂ. 120 કરોડની કિંમતનું કોકીન ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો મળી આવવાનો સિલસીલો યથાવત રહ્યો હોય તેમ ગાંધીધામ શહેરમાંથી પોલીસે રૂ. 120 કરોડની કિંમતનો કોકીનનો જથ્થો જપ્ત કર્યો હતો.ગાંધીધામ શહેર નજીક નદી વિસ્તારમાંથી 12 કિલો કોકેઈનના 10 પેકેટ મળી આવ્યાં હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પેકેટોની કિંમત 120 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. કચ્છ-પૂર્વ પોલીસ […]

કચ્છમાં હાઈવે પર ભુજોડી બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત

હાઈવે પર રાતના સમયે અજાણ્યા વાહન બાઈકને ટક્કર મારીને પલાયન, બે પિતરાઈ ભાઈના મોતથી પરિવારમાં આક્રંદ, પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ આદરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો રોજબરોજ વધી રહ્યા છે.જેમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. માધાપરથી શેખીપીર જતાં હાઈવે પર ભજોડી ઓવરબ્રિજ પર રાતના સમયે પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યું વાહન બાઈકને મારીને […]

કચ્છમાં માધ્યમિક શાળાઓ માટે 204 જ્ઞાનસહાયકો ફાળવાયા, પણ માત્ર 96 હાજર થયાં

માધ્યમિકમાં 58 અને ઉચ્ચ માધ્યમિકમાં 38 ઉમેદવારો હાજર થયાં, સરકારી શાળાઓમાં 1066ના મહેકમ સામે 326 જગ્યાઓ ખાલી, જિલ્લા બહારના ઉમેદવારોને કચ્છમાં નોકરી કરવામાં રસ નથી ભૂજઃ કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે 204 જ્ઞાન સહાયક ફાળવાયા હતા. પરંતુ, ચાર દિવસ દરમિયાન માધ્યમિક માટે માત્ર 58 અને ઉચ્ચત્તર માધ્યમિક માટે માત્ર 38 ઉમેદવારો હાજર થયા […]

કચ્છમાં શનિવારથી બે દિવસ 229 પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરાશે

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા દ્વારા વિવિધ પક્ષીઓની નોંધ કરાશે, પક્ષી વિદોની 39 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે, પક્ષીઓનો એકત્રિત થયેલો ડેટા ઈ-બર્ડ ઈન્ડિયામાં અપલોડ કરાશે ભૂજઃ કચ્છમાં વિદેશથી અનેક પક્ષિઓ વિહાર કરવા માટે દર વખતે આવતા હોય છે. તેમજ સ્થાનિક પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. ત્યારે પક્ષીવિદો દ્વારા સતત ત્રીજા […]

કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ભેદી રોગચાળો, 6 દિવસમાં 15ના મોત

શરદી-ઉધરસ અને ન્યુમોનિયા બાદ મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરથી મોત, આરોગ્ય વિભાગે 25 ટીમો ઉતારી, આરોગ્ય મંત્રી કચ્છ દોડી આવ્યા ભૂજઃ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી રોગચાળો ફાટી નિકળ્યો છે. અને 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘેર સર્વે કરીને બિમારીનો ભોગ બનેલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી […]

કચ્છના સફેદ રણમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા છે, રણોત્સવ આયોજન પર પ્રશ્નાર્થ

કચ્છમાં ભારે વરસાદને લીધે સફેદ રણમાં ઘૂંટણસમા પાણી ભરાયા, બે-ત્રણ મહિનામાં પાણી ઉતરે તેવી શક્યતા નથી, ભૂજઃ કચ્છમાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે, જિલ્લામાં 183 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ બે-ત્રણ મહિના રણ વિસ્તારમાં ભરાયેલા પાણી […]

કચ્છના માતાના મઢમાં 2જી ઓક્ટોબરે ઘટસ્થાપન બાદ નવરાત્રીનો પ્રારંભ થશે

માતાના મઢ એવા આશાપુરા મંદિર દ્વારા નવરાત્રી પર્વની તડમાર તૈયારીઓ, 2જી ઓકટોબરે યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપન થશે, 3જી ઓક્ટોબરે નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ ભૂજઃ નવલી નવરાત્રીને હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે નવરાત્રીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રી પર્વની ગામેગામ અને દરેક શહેરોમાં ઊજવણી કરીને માતાજીની આરાધના કરવામાં આવતી […]

કચ્છમાં અતિવૃષ્ટિને લીધે 75 રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા

માર્ગ મકાન અને પંચાયત વિભાગના 48 રસ્તના કામો હાથ ધરાયા, કેટલાક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા લોકોને અપીલ ભૂજઃ કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 75 જેટલા રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં કેટલાક રસ્તાઓનું નામોનિશાન પણ જોવા મળતું નથી. હવે વરસાદે વિરામ લેતા ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code