અમદાવાદમાં લાલદરવાજા AMTSના મુખ્ય ટર્મિનસના રિનોવેશન બાદ 7 મહિનામાં જ રોડ તૂટી ગયો
                    અમદાવાદઃ શહેરમાં લાલ દરવાજા ખાતે એએમટીએસના મુખ્ય બસ ટર્મિનસને રૂપિયા 8 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. તેને માત્ર 7 મહિના થયા છે. ત્યાં બસ ટર્મિનસનો આરસીસી રોડ તૂટવા લાગ્યો છે. આમ નબળા બાંધકામને લઈને ફરિયાદો ઉઠતા મ્યુનિ.ના સત્તાધિશો હવે એવું કહી રહ્યા છે. કે, કોન્ટ્રાક્ટરના ખર્ચે રોડની મરામત કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લાલા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

