દિલ્હીમાં પ્રતિબંધિત દવાઓની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, મોટી માત્રામાં કેપ્સ્યુલ્સ જપ્ત
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત સાયકોટ્રોપિક દવા ટ્રામાડોલની દાણચોરીમાં સંડોવાયેલી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. મોટી માત્રામાં ટ્રામાડોલ કેપ્સ્યુલ પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તીસ હજારી કોર્ટ પાસે એક વ્યક્તિ પ્રતિબંધિત દવાઓ પહોંચાડવા આવી રહ્યો છે. […]