રાતના સમયે પ્રવાસી બનીને એસટી બસમાં બેસી લગેજની ચોરી કરતા બે શખસો પકડાયા
લકઝરી બસમાં પેસેન્જર તરીકે બેસી પ્રવાસીના લગેજમાંથી દાગીના ચોરતા હતા, બન્ને શખસો અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાની બસોને ટાર્ગેટ કરતા હતા, ક્રાઈમ બ્રાન્ચે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદઃ નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં રાતના સમયે મુસાફર તરીકે બેસીને પ્રવાસીઓના લગેજની ચોરી કરતા બે શખસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા […]


