1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રઃ બે વખત મહાવિકાસ અઘાડીના નેતાઓએ ઠાકરેને રાજીનામું આપતા અટકાવ્યાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તેમણે બે વખત રાજીનામું આપવાનું વિચાર્યું, પરંતુ બંને વખત ગઠબંધનના નેતાએ તેમને રોક્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે દિવસે એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત ગયા હતા. તે જ દિવસે સાંજે 5 વાગે […]

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી […]

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શાબ્દીક યુદ્ધઃ શિંદે ગ્રુપના મહાવિકાસ અઘાડી ઉપર પ્રહાર

મહારાષ્ટ્ર (મહારાષ્ટ્ર)માં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર પક્ષના ધારાસભ્યોનું જૂથ આસામના ગુવાહાટી શહેરમાં છે. બીજી તરફ રાજનીતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના પર એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. એકનાથ શિંદેએ ટ્વીટ મારફતે સંજય રાઉતને ટેગ કરીને કહ્યું છે કે, બાળાસાહેબ ઠાકરેની શિવસેના […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક જોવા મળી રહ્યાં છે. તેમજ શિવસેનાના નેતાઓ અને શિંદે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, કે, ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ મુંબઈ  આવશે. સંજય રાઉતના નિવેદનથી વિવાદ સર્જાતા તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું છે. સોમવારે સંજય રાઉતે બચાવ […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ પર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રામદાસ અઠાવલે વચ્ચે બેઠક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે, હાલ સીએમ ઠાકરે સરકાર લઘુમતીમાં મુકાઈ છે. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનડીએના સભ્ય રામદાસ અઠાવલે વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય […]

અમારી ઉપર પ્રેશર બનાવવાનો નેતાઓનો પ્રયાસઃ એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સરકાર બચાવવા મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શિવસેના દ્વારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન ગુવાહાટીમાં સમર્થકો સાથે બેઠેલા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેનાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે, તેમજ ધારાસભ્યો ઉપર દબાણા વધારવાના પ્રયાસ […]

મને સત્તાનો મોહ નથી, સીએમ હાઉસ છોડ્યું પરંતુ લડાઈ નહીઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેના નેતાઓની બેઠક મળી આદિત્ય ઠાકરેએ પણ એકનાથ શિંદે સહિતના MLA સામે કર્યા આક્ષેપ NCP, કોંગ્રેસ અને શિવસેનામાં બેઠકોનો દોર નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. એકનાથ શિંદે સહિત 38 જેટલા શિવસેનાના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. આજે શિવસેનાની બેઠક […]

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં, શિવસેનાના 30 ધારાસભ્યોનો બળવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના જ 30 જેટલા ઘારાસભ્યોએ હાલ સુરતની એક હોટલમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકારથી નારાજ હોવાથી આ પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની હોટલમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો રોકાયેલા હોવાનું […]

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના નવ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન લીલા સંકેલી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંગલીના મિરાજ ખાતે રહેતા તબીબ દંપતિના ઘરમાં પરિવારના નવ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code