1. Home
  2. Tag "mehsana"

મહેસાણાઃ રાજ્યમાં કદાચ પ્રથમવાર 4 ચાર્ટડ પ્લેનની હરાજી થશે

અમદાવાદઃ મહેસાણા નગર પાલિકાએ 7 કરોડથી વધુ નહીં ભરનારી એક કંપનીના ચાર ચાર્ટડ પ્લેન જપ્ત કરાયાં હતા. આ પ્લેનની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. નગરપાલિકા હસ્તક એરોડ્રામનો 7 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવામાં આવશે. રાજ્યમાં કદાચ પ્રથમવાર પ્લેનની હરાજી થશે. આ કંપની વિમાન ઉડાડવાની તાલીમ આપતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક કંપનીએ મહેસાણા નગરપાલિકા હસ્તકના […]

મહેસાણાના બિલેશ્વરપુરા પાટિયા નજીક 2000 કિલો ચોરીના રેલવે કેબલ સાથે શખસ પકડાયો

મહેસાણાઃ  કલોલના છત્રાલથી ઇસંડ જતાં રોડ પર રેલવે ઓવરબ્રિજનાં ગરનાળા પાસેથી રેલવેના કેબલ વાયરોનાં ડ્રમમાંથી બે હજાર કિલો વજનના કેબલ વાયરોની ચોરી કરનારા શખસને પિકઅપ ડાલા સાથે એલસીબી પોલીસે મહેસાણાના બિલેશ્વરપુર પાટિયા નજીક વોચ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કુલ રૂ. 3.56 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

મહેસાણાના 41 ગામમાં પાણીની વિકટ સમસ્યા, ‘પાણી નહીં તો વોટ નહીં’ની ચીમકી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અનેક ગામમાં પાણીની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીની છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે અને વિશાળ બાઈક રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના 41 ગામમાં […]

મહેસાણાના સુરધારા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાનનું ટ્રકની અડફેટે મોત,

મહેસાણાઃ શહેરના સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન પૂરફાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર થયેલા ટ્રકચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણાના સુરધારા સર્કલ પર મધરાત બાદ વાહનચેકિંગ કરી રહેલા જીઆરડી જવાનનું ટ્રકની […]

સાબરમતી-દોલતપુર ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુરમાં બે-બે મિનિટનું સ્ટોપેજ અપાયું

મહેસાણાઃ સાબરમતી-દોલતપુ ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા, અને સિદ્ધપુર રેલવે સ્ટેશને બે-બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવતા હવે મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ મળશે.  રેલવે વિભાગ દ્વારા મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ આપવામાં આવ્યો છે. સાબરમતી-દોલતપુર ચૌક ડેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશને 2-2 […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]

મહેસાણામાં IELTS પેપર લૂંટ કેસમાં પંજાબથી એક શકમંદની કરી અટકાયત

મહેસાણાઃ શહેરમાં થોડા દિસ પહેલા કુરિયરની કંપનીમાંથી આઈઈએલટીએસના પેપરોની લૂંટનો બનાવ બન્યો હતો. શહેરના માલ ગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલમાં આવેલી બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડમાંથી ગત ગુરૂવારે રાત્રે 08:50 વાગે સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારૂઓએ ઓફિસમાં મેનેજર સહિત બે કર્મચારીઓને મારી  IELTSના પેપર ની લૂંટ ચલાવી હતી. આ કેસમાં બી ડિવિઝન પોલીસે પંજાબથી એક શકમંદને […]

‘ગંગાસ્વરૂપા આર્થિક યોજના’ અંતર્ગત મહેસાણાની 56 હજારથી વધુ  મહિલાઓને 14.99 કરોડની સહાય

મહેસાણાની મહિલાઓને દર મહિને ‘ગંગાસ્વરૂપા આર્થિક યોજનાની સહાય આ યોજના હેઠળ 56 હજારથી વધુ મહિલાઓને 14.99 કરોડની સહાય અપાઈ   અમદાવાદઃ- મહેસાણા જીલ્લામાં  દર મહિને ગંગા સ્વરુપા યોજના હેઠળ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે જેમાં 1 હજાર 250 રુપિયાની મદદ આપવામાં આવે છે, રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો હેઠળ ગંગાસ્વરૂપા આર્થિક યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા […]

ભારત માલા પ્રોજેક્ટ માટે મહેસાણા,બનાસકાંઠા સહિત 156 ગામમાં જમીન સંપાદનનું કામ શરૂ

અમદાવાદઃ ભારત માલા પ્રોજેક્ટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા  ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠાના થરાદથી લઇ અમદાવાદના દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી […]

મહેસાણા APMC ભાજપે કબજે કરીઃ ચૂંટણીમાં ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

મહેસાણાઃ જિલ્લાની ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ એપીએમસીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન  બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code