અમદાવાદ સહિત છ મનપામાં ચૂંટણી, ભાજપનો 500 પ્લસનો ટાર્ગેટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે. રાજ્યના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા 500થી વધારે બેઠકનો ટાર્ગેટ નક્કી કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી શાસન કરી રહ્યું છે. […]


