કાલે 16મી માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 95.95% રસીકરણ સાથે ગુજરાત મોખરે
ગુજરાતમાં9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ થયું, જાન્યુઆરીમાં25,736 બાળકોને BCG, OPV, Penta, IPV સહિત રસીઓ અપાઈ 3 વર્ષમાં શાળા-બાલવાટિકાના18 લાખ બાળકોને ટિટેનસ-ડિપ્થેરિયાની રસી અપાઈ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે SDG-3 ઇન્ડેક્સ અનુસાર, મિશન ઇન્દ્રધનુષ હેઠળ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) માં 95.95% રસીકરણ કરીને રાષ્ટ્રીય સરેરાશ (93.23%) કરતા સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત શિશુઓ અને […]