1. Home
  2. Tag "News Article"

મધ્યપ્રદેશમાં કફ સિરપના કીરણે વધુ બે બાળકોના મોત, મૃત્યુઆંક વધી 26 ઉપર પહોંચ્યો

છિંદવાડા: મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપથી 24 બાળકોના મોતને થોડા અઠવાડિયા જ થયા છે, ત્યારે હવે બાળકોના મોતના વધુ બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. છિંદવાડાના બિછુઆમાં છ મહિનાની બાળકીનું અને મૌગંજ જિલ્લામાં પાંચ મહિનાની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. બંને કિસ્સાઓમાં, સંબંધીઓએ કહ્યું કે તેઓએ મેડિકલ સ્ટોરમાંથી કફ સિરપ અને દવા ખરીદી હતી અને બાળકોને આપી […]

ગિફ્ટ નીફ્ટીએ રચ્યો ઈતિહાસ, એક મહિનામાં રેકોર્ડ 103.45 બિલિયન ડોલરનું ટર્નઓવર

મુંબઈઃ એનએસઇ IX ગિફ્ટ નિફ્ટી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ગિફ્ટ નિફ્ટીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 2.06 મિલિયન કોન્ટ્રાક્ટ્સ સાથે કુલ 103.45 અબજ ડોલર (રૂ. 9,16,576 કરોડ)નો અત્યાર સુધીનો સૌથી વધુ માસિક ટર્નઓવર હાંસલ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. આ ઉપલબ્ધિ મે 2025માં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 102.35 અબજ ડોલર કરતાં પણ વધુ છે. એનએસઇએ […]

હવે ભારતીય કંપનીઓ ચીનમાંથી દૂર્લભ રેર અર્થ મેગ્નેટની આયાત કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે કેટલીક ભારતીય કંપનીઓને ચીનમાંથી દુર્લભ ભૂમિ ચુંબકો (રેર અર્થ મેગ્નેટ)ના આયાત માટે લાઇસન્સ પ્રાપ્ત થયા છે. આ ચુંબકોના આયાત માટે ઓછામાં ઓછા ત્રણ ભારતીય કંપનીઓ — કોન્ટિનેન્ટલ ઈન્ડિયા, હિતાચી અને જય ઉશિનને પ્રાથમિક સરકારી મંજૂરી મળી ગઈ છે. આ ત્રણેય કંપનીઓ ભારતના ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ […]

પહેલગામ આતંકવાદી હુમલાના કેસ માટે ખાસ સરકારી વકીલની નિમણૂક, NIA ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં ટ્રાયલ ચલાવવા માટે એક ખાસ સરકારી વકીલની નિમણૂક કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટૂંક સમયમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરે તેવી અપેક્ષા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) એ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા […]

બિહાર ચૂંટણીઃ NDAના ધોષણાપત્રમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને ખેડૂત સમૃદ્ધિ પર વિશેષ ભાર મૂકયા

નવી દિલ્હીઃ એનડીએ એ પટનામાં 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેનો સંયુક્ત ચુંટણી ઢઁઢેરો બહાર પાડ્યો હતો. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજધાનીમાં હોટલ મૌર્ય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, એલજેપી (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાન, HAM ના વડા જીતન રામ માંઝી અને RLM […]

IIT મદ્રાસની ઐતિહાસિક સિદ્ધિ , સ્વદેશી લેન્ડિંગ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું

ચેન્નાઈ: ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT) મદ્રાસના સંશોધકોએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિમાન અને ડ્રોનને હેલિકોપ્ટરની જેમ ઊભી રીતે ઉપાડવા અને ઉતરવા સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. આને વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એરોનોટિકલ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત IIT ની આ સિદ્ધિ, દૂરના અને દૂરના વિસ્તારોમાં […]

રાહુલ, સોનિયા અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ ઈન્દિરા ગાંધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર પર શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસ સાંસદ દળની અધ્યક્ષા સોનિયા ગાંધી, પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘શક્તિસ્થળ’ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈન્દિરા ગાંધીની સમાધિ […]

 ભારતના નકશાના નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકા અદ્વિતીય હતી: અમિત શાહ

નવી દિલ્હી:  લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશના વિવિધ વિસ્તારોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના તથા દિલ્હી ની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય […]

સરદાર જ્યંતિઃ એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્લીના ગણતંત્ર દિવસની જેમ પર ટેબ્લો પ્રસ્તુત કરાયા

કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં દિલ્લી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં ‘એકત્વ’ની થીમ […]

રાષ્ટ્રીય એકતા દિવસ : નરેન્દ્ર મોદીએ લીધી રાષ્ટ્રીય એકતાની શપથ

એકતા નગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે નર્મદા નદી પર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસર પર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ઉપક્રમે એકતા નગર ખાતે ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની “વૈવિધ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code