1. Home
  2. Tag "News Article"

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું છે. ચીનના હાંગઝોઉમાં વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ સ્થળ હવે વૈશ્વિક નેટવર્કમાં સામેલ ભારતનું 13મું સ્થળ બની ગયું છે. જેમાં પિન વેલી નેશનલ પાર્ક અને કિબ્બર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જેવા સંરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે રાત્રે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ, ભૂરાજકીય વલણો, અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ અન્નાલેના બેરબોકને પણ મળ્યા હતા.ડૉ. જયશંકરે શ્રીમતી બેરબોકને તેમના પ્રમુખપદ માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. વિદેશ મંત્રીએ સાઉદી અરેબિયાના તેમના […]

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે. તેઓ પટનામાં ઉન્મેષ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવના ત્રીજા સંસ્કરણના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. એશિયાના સૌથી મોટા સાહિત્ય ઉત્સવોમાંના એક તરીકે પ્રખ્યાત, આ કાર્યક્રમમાં દેશ-વિદેશના 600થી વધુ સાહિત્યકારો, કલાકારો અને નાટ્ય કલાકારો ઉપસ્થિત રહેશે, જે 90થી વધુ ભાષાઓ અને બોલીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિ મુઝફ્ફરપુરના કટરા સ્થિત […]

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં, રશિયાના વિદેશ મંત્રી, સેર્ગેઈ લવરોવે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યને પ્રતિબિંબિત કરવા UNSCમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, રશિયા, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી પ્રતિનિધિત્વ વધારવા માટે બ્રાઝિલની સાથે, કાયમી બેઠક માટે […]

ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે- વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં જ નંખાયેલા છે. વિદેશ મંત્રીએ આ વર્ષે […]

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત 

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]

મેંદાના સેવનને ટાળો, ઘઉં અને અન્ય પોષણયુક્ત લોટનો સમાવેશ કરવાથી આરોગ્યને થશે અનેક ફાયદા

આપણાં વડીલો હંમેશાં કહેતા હતા કે સાચું સુખ એ શારીરિક સ્વસ્થતા છે. આજકાલની જીવનશૈલી અને ખોટી ખાવાપીનાની આદતોના કારણે લોકો વિવિધ દુર્લભ બીમારીઓના શિકાર બની રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, શરીર સ્વસ્થ રાખવા માટે માત્ર મહેનત કરવી જ નહીં, પરંતુ ખોરાકની યોગ્ય પસંદગી પણ અનિવાર્ય છે. આજકાલ મોટાભાગના લોકો ઘરનું ખાવાનું છોડીને બહારના ખોરાકને પસંદ […]

નિયમિત અખરોટનું સેવન કરવાથી હાડકાં મજબુત બનશે, આરોગ્યને મળશે અનેક ફાયદા

આજકાલ ઘણા લોકો હાડકા નબળા થવાના અને દુખાવાની ફરિયાદ કરતા હોય છે. ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આના મુખ્ય કારણ પોષક તત્વોની ઘટ છે. શરીરને મજબૂત હાડકા માટે જરૂરી તત્વો પુરા પાડવાના માટે સારો આહાર મહત્વપૂર્ણ છે. અખરોટ એ એવું ડ્રાયફ્રુટ છે, જે હાડકાં મજબૂત બનાવવા અને તેમને પૂરતું પોષણ પહોંચાડવા માટે જાણીતું છે. […]

ICCએ સૂર્યકુમાર યાદવને રાજકીય નિવેદનો ટાળવા ચેતવણી આપી

દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ફરિયાદ બાદ ICCએ ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને રાજકીય ટિપ્પણીઓથી દૂર રહેવા ચેતવણી આપી છે. આ ફરિયાદ 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે ગ્રુપ A મેચ દરમિયાન ભારતીય ટીમની જીતને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરવાની બાબતે ઉઠી હતી. PCBની ફરિયાદ બાદ ICC મેચ રેફરી રિચી […]

સીતાફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક અને વજન ઘટાડવામાં સહાયક ફળ

અલગ અલગ ફળોનું સેવન કરવાથી શરીરને અલગ અલગ રીતે ફાયદો મળે છે. તેમાં સીતાફળનું નામ ખાસ કરીને ઉલ્લેખનીય છે, કારણ કે આ ફળમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક સાબિત થાય છે. સીતાફળમાં વિટામિન C અને વિટામિન B6 સારી માત્રામાં હોય છે. સાથે જ તેમાં વિટામિન A પણ હાજર હોય છે. વિટામિન્સ સિવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code