વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. વારાણસીમાં સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે, જેઓ 9 થી 16 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની રાજકીય યાત્રા પર છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેહરાદૂન જશે અને સાંજે 4:15 વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. […]


