1. Home
  2. Tag "News Article"

અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]

બંધારણ દરેક નાગરિકને સ્વપ્ન જોવા અને તેને પૂરા કરવાનો અધિકાર આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ (26 નવેમ્બર) નિમિત્તે દેશના નાગરિકોને પત્ર લખ્યો. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો અને રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે 2015માં, સરકારે આ પવિત્ર દસ્તાવેજને માન આપવા માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે બંધારણે સામાન્ય […]

તમારા નામ પર લેવાયેલા સિમથી થશે ફ્રોડ તો તમે પણ જવાબદાર! ટેલિકોમ વિભાગની ચેતવણી

ભારતમાં વધી રહેલા સાઇબર ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ ચેતવણી જાહેર કરી છે. હવે જો તમારા નામ પર લેવાયેલી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાઇબર ક્રાઇમ અથવા ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે, તો માત્ર ગુનેગાર જ નહીં, પણ મૂળ સિમ યુઝરને પણ જવાબદાર ગણાવી કાર્યવાહી થઈ શકે છે. DoTએ જણાવ્યું છે કે, IMEIથી છેડછાડ કરેલા […]

ભારતનું અસલી સુપરફૂડ એટલે દેશી ઘી, તેના અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

દેશી ઘીને ભારતનો અસલી સુપરફૂડ ગણાવવામાં આવ્યો છે, જે સદીઓથી તાકાત અને લાંબી ઉંમરનું પ્રતીક છે. તેમાં રહેલા ઓમેગા-3 અને વિટામિન K2 જેવા પોષક તત્વો તેને સંપૂર્ણ ઔષધિ બનાવે છે, જે પાચન સુધારે છે, મગજને પોષણ આપે છે અને સાંધાને મજબૂત કરે છે. આયુર્વેદ તેને ‘યોગવાહી’, ‘રસાયણ’ અને ત્રણેય દોષોને સંતુલિત કરનારું શ્રેષ્ઠ સ્નિગ્ધ તત્વ […]

ગુજરાતઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે 5 નદી

અમદાવાદઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી “રાષ્ટ્રીય પદયાત્રા” એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે. કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

સગાઈના ફોટા-વીડિયો ડિલીટ કર્યા બાદ ચર્ચામાં સ્મૃતિ મંધાના: પલાશ મુચ્છલ સાથેના લગ્ન ટળ્યાં

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર તથા ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી ચાલી રહી હતી. પરંતુ સંગીત નાઇટ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્નને તાત્કાલિક મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલે […]

સાઉદી અરબમાં મોટો ફેરફાર: ધહરાન અને જિદ્દામાં ખુલશે દારૂના બે નવા સ્ટોર

વિશ્વભરના લાખો મુસ્લિમો દર વર્ષે હજ અને ઉમરાહ અદા કરવા માટે સાઉદી અરબ જાય છે. ઇસ્લામમાં આ પવિત્ર યાત્રાનું વિશેષ મહત્વ છે અને માન્યતા મુજબ હજ અથવા ઉમરાહ અદા કર્યા બાદ મુસ્લિમોના પાપ માફ થઈ જાય છે. પરંતુ આ જ દેશમાં, જ્યાં દારૂને હંમેશા હરામ ગણવામાં આવી છે, હવે દારૂના બે નવા સ્ટોર ખુલવાના છે. […]

શિયાળામાં આરોગ્ય માટે ફાયદાકારક ડ્રાયફ્રુડ લાડુ ટ્રાય કરો, જાણો રેસીપી

શિયાળામાં તાપમાન ઘટતાં લોકોમાં આરોગ્ય સંબંધિત તકલીફો વધતી જોવા મળે છે. ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકોમાં હાડકાંનો દુખાવો, સાંધાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ સામાન્ય બની જાય છે. આવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે દવાઓ પર આધાર રાખવાની સાથે કુદરતી અને સ્વાદિષ્ટ ઉપચાર તરીકે ‘ડ્રાયફ્રૂટ લાડુ’ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. શિયાળામાં તેનો નિયમિત […]

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code