1. Home
  2. Tag "News in Gujarati"

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગળાફાંસો ખાઈ આરોપીએ કર્યો આપઘાત

વડોદરા, 21 જાન્યુઆરી 2026:  શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં એક આરોપીએ સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની […]

યુવાનો સાથે લગ્ન કરી દાગીના ચોરી પલાયન થતી લૂંટેરી દૂલ્હન 4 વર્ષે પકડાઈ

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  રાજ્યમાં લગ્નો ન થતા હોય એવા યુવાનોના પરિવારનો સંપર્ક કરીને તાબડતોબ લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન સોનાના દાગીના, રોકડ લઈને મોકો મળતા જ પલાયન થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષથી ફરાર મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી નામની યુવતીની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ […]

અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત 300થી વધુ ગાર્ડનમાં રમત-ગમત અને જીમના સાધનો માટે રૂપિયા 10 કરોડની દરખાસ્તને મ્યુનિની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા મંજુરીની મહેર મારી દેવામાં આવી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળ્યા બાદ જનરલ બોર્ડમાં મંજુરી માટે મુકાશે. આ દરખાસ્તને લીધે વિવાદ એવો ઊભો થયો છે. કે, ત્રણ વર્ષ પહેલા જ […]

વડોદરામાં તોડબાજી કરતો નકલી પીએસઆઈને એસઓજીએ પકડી પાડ્યો

વડોદરા, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં પોતે પીએસઆઈ હોવાની ઓળખ આપીને તોડબાજી કરતા ફેક પીએસઆઈને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ફેક પીએસઆઈ પાસેથી પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા […]

મહિલા કોન્સ્ટેબલે ડોક્ટરનો વેશ ધારણ કરી ATM ફ્રોડ કરતી ગેન્ગને ઝડપી લીધી

સુરત, 20 જાન્યુઆરી 2026:  શહેરના એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે  લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કરીને બીમારીની તપાસ કરવાના બહાને આરોપીના મકાનમાં પ્રવેશ કરીને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. ત્યારબાદ લેડી કોન્સ્ટેબલે ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ એટીએમ ફ્રોડ ગેન્ગને દબોચી લીધી […]

સુરતમાં પુર ઝડપે કારચાલકે રોડ પર ઊભેલી કારને ટક્કર મારીને પલાયન

સુરત, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં પૂણા ગામ વિસ્તારમાં રોડ સાઈડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. શહેરના પુણા ગામ વિસ્તારમાં સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારતા પાર્ક કરેલી કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ […]

ભર શિયાળે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની આગાહી

અમદાવાદ, 20 જાન્યુઆરી 2026:  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બે દિવસમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. એટલે વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, આગામી એક […]

અમદાવાદમાં વટવા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન કરાયું

અમદાવાદ, 20 જાન્યુઆરી 2026:  શહેરના ચંડોળા તળાવ અને ઈસનપુર બાદ વટવા તળાવ વિસ્તારમાં આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાતા અનેક પરિવારો ઘર વિહાણા બન્યા હતા. દરમિયાન ઘર વિહાણો થયેલા રહિશોનો સામાન હાલ […]

નર્મદાની પંચકોશી પરિક્રમા માટે તંત્રએ બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી

રાજપીપળા, 20 જાન્યુઆરી 2026:  નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા હોવાથી આ વખતે તંત્ર દ્વારા બે મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાવન સલિલા મા નર્મદાની પંચકોશી ( ઉત્તરવાહીની) પરિક્રમા કીડી મંકોડી ઘાટથી 14 કિમીના જુના રૂટ પર જ કરાશે. […]

ડીસા ખાતે 25મી જાન્યુઆરીએ યોજાનારા રબારી સમાજના મહાસેલનમાં બંધારણ નક્કી કરાશે

પાલનપુર, 20 જાન્યુઆરી 2026:  વિવિધ સમાજોમાં પ્રવર્તા ખોટા રિવાજો- ખોટા ખર્ચાઓ સામે સમાજના અગ્રણીઓ જાગૃત બની રહ્યા છે. અને સમાજના મહા સંમેલનો બોલાવીને  નવા બંધારણ બનાવી રહ્યા છે. રબારી સમાજ દ્વારા પણ આગામી 25 જાન્યુઆરીએ સમાજ સુધારણા માટે મહાસંમેલન યોજાશે. આ મહા સંમેલન પહેલા રબારી સમાજના આગેવાન અને ભામાશા માવજી દેસાઇ સહિતના અનેક આગેવાનો ગામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code