રાજ્યની RTOમાં લર્નિંગ લાયસન્સ માટે 60 ટકાએ ઉતીર્ણ કરવાના નિયમનું પાલન થતું નથી
અમદાવાદઃ રાજ્યમાં ટૂ વ્હિલર અને પોર વ્હિલરના લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. લર્નિંગ ડ્રાયવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારે 60 ટકા સાચા જવાબો આપવાનો નિયમ હોવા છતાં હાલમાં પાસ થવા 73.33 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મામલે નિવૃત્ત મોટર વાહન નિરીક્ષકે વાહન વ્યવહાર વિભાગમાં રજૂઆત કરી છે. […]