ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ યોજાઈ
કોન્કલેવમાં આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસ વિશે સંવાદ કરાયો, આદિવાસીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ, આદિવાસીઓનો ઇતિહાસ કઈ રીતે લખવો જોઈએ તેના વિશે વિગતે ચર્ચા કરાઈ ગાંધીનગરઃ ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી તેમજ આદિવાસી અધ્યાપક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય સાથે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની કોન્કલેવ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. […]