1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે આપેલી સમયમર્યાદા 30 એપ્રિલના રોજ પૂરી થઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં. તેમ છતાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો પાકિસ્તાને દરવાજો ખોલ્યો હોત, તો નાગરિકોને મોકલી શકાયા હોત. આવી સ્થિતિમાં, ગુરુવારે મોડી […]

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની ઊંઘ ઉડી, આઠમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી આતંકવાદીઓનું ઘર ગણાતા પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. તેને ભારત તરફથી કડક કાર્યવાહીનો સતત ડર રહે છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન નિયંત્રણ રેખા પારથી સતત ગોળીબાર કરી રહ્યું છે. તેણે સતત આઠમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જોકે, તેને દર વખતે હારનો […]

પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા પુરાવા મળ્યા! પહેલગામ હુમલા પછી ચિંતા કેમ વધી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ચિંતા વધી ગઈ છે. ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે પાકિસ્તાન બીજા દેશોના દરવાજા ખટખટાવી રહ્યું છે. ભારત પાકિસ્તાન પર સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનના ડરના પાંચ પુરાવા મળ્યા છે. આતંકવાદનો ગઢ ગણાતું પાકિસ્તાન ભયમાં છે. ભારતની કાર્યવાહી અંગે પાકિસ્તાનમાં […]

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા, ઉરી અને અખનૂરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેનાને ઉશ્કેરી રહી છે. ભારતીય સેનાના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આ અધિકારીના જણાવ્યા અનુસાર, 30 એપ્રિલ અને 01 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ […]

ભારત આગામી 24-36 કલાકમાં લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે: પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર

પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની પાસે “વિશ્વસનીય ગુપ્ત માહિતી” છે કે ભારત આગામી 24-36 કલાકમાં તેના વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારનું આ નિવેદન પીએમ મોદીની ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથેની બેઠક બાદ આવ્યું છે. આ બેઠકમાં, પીએમ મોદીએ સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે […]

લોહીની નદીની ધમકી આપનાર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ મામલે આંતરાષ્ટ્રીય કોર્ટમાં જશે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આના કારણે પાકિસ્તાનને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના પ્રતિબંધ પછી, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાને ભારતના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પરંતુ પાકિસ્તાનને અહીંથી સફળતા મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. એવું […]

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

પાકિસ્તાનનું એલઓસી ઉપર સતત ફાયરિંગ, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ […]

એલઓસી ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતીય સેના આપી રહ્યું છે જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ આતંકવાદના હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. 27-28 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો. કોઈપણ ઉશ્કેરણી વિના, પાકિસ્તાની સેનાએ હવે કુપવાડા અને પૂંછના સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપીને ગોળીબાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે […]

પાકિસ્તાને રાત્રે ફરીથી LOC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો

પહેલગામ હુમલા પછી ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન વધુને વધુ હતાશ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ફરી એકવાર કાશ્મીરમાં બોર્ડર પર તેમના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતે આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ 2025 ની રાત્રે, કાશ્મીરમાં બોર્ડર પાર પાકિસ્તાની સેનાની ચોકીઓ દ્વારા કોઈ ઉશ્કેરણી વિના હળવો ગોળીબાર કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code