1. Home
  2. Tag "palanpur"

પાલનપુર નજીક પોલીસે જીપને અટકાવીને તલાશી લેતા 6 શખસો ત્રણ બંદુકો સાથે પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં પોલીસ દ્વારા સમયાંતરે વાહનોના ચેકિંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વિરમપુર તરફથી પુરઝડપે આવી રહેલી જીપને અટકાવીને તલાસી લેવામાં આવતા જીપમાંથી ત્રણ બંદુકો મળી આવતા પોલીસે જીપમાં મુસાફરી કરી રહેલા 6 શખસોની ધરપકડ કરી હતી. આ શખસો ક્યાંથી હથિયારો લાવ્યા છે. અને […]

પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી […]

પાલનપુરમાં નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રિ ભોજન ભાદ 10 વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ

પાલનપુરઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રીના ભોજન બાદ 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં વિદ્યાર્થિનીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 10 વિદ્યાર્થિનીઓએ રાત્રે કઢી, ખીચડી. શાક અને રોટલીનું ભોજન આરોગ્યા બાદ ઝાડા-ઊલટી છતાં હોસ્પિટલમાં ખસેડીને ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. પાલનપુરમાં સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને […]

પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પર સ્થાનિક લોકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આંદોલન કરાશે

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઈવે પર ખેમાણા ટોલટેક્સ નાકાને લીધે આજુબાજુ ગામના સ્થાનિક લોકોને પણ ટોલટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો વાહન લઈને પોતાના સીમ-ખેતરે જતાં વચ્ચે ટોલનાકું આવતું હોવાથી ટોલ ટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. આથી આજુબાજુના ગામડાંના લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતોની બેઠક મળી હતી. ઈકબાલગઢ ગંજ બજારમાં અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર […]

પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કોન્ટ્રાકટર સહિત 11 સામે ગુનોં નોંધાયો

પાલનપુરઃ શહેરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડવાના કારણે બે લોકોના મોત થયા બાદ આ મામલે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે  સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલના રાખી ગુનાઈત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા […]

પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો, હવે મિલકતો વેચવા પ્રાંતની મંજુરી લેવી પડશે

અમદાવાદઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું […]

પાલનપુરમાં નિર્માણાધિન ફ્લાઈઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડતા રિક્ષા – ટ્રેકટર દબાયા, બેનાં મોત

પાલનપુરઃ ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે  નવા જ બનેલા કે નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાના બનાવો વધતા જાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અને મહેસાણામાં છેલ્લા અક દોઢ વર્ષમાં નવા કે નિર્માણાધિન બ્રિજ કે તેનો કેટલાક ભાગ તૂટી પડવાની ઘટના બાદ સોમવારે પાલનપુરમાં  હાઈવે પરના આરટીઓ સર્કલ નજીક કરોડોના ખર્ચે નિર્માણાધિન બ્રિજનો સ્લેબ ધડાકા સાથે એકાએક તૂટી પડતા […]

પાલનપુરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

પાલનપુરઃ શહેરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર હાઇવે ગઠામણ પાટીયાથી કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી નીકળી હતી. જે કાનુજી મહેતા હોલ ખાતે પહોંચતા સભાના […]

પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ ભૂતકાળ બનશે, કચરાંનો ડૂંગર 30 ટકા હટાવાયો

પાલનપુરઃ  શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી કચરો ઠાલવવામાં આવતો હોવાથી કચરાનો મસમોટો ડુંગર ખડકાયો હતો. દરમિયાન છેલ્લા ઘણા સમયથી કચરાના દૂર્ગંધ મારતા ડુંગર સામે આજુબાજુના રહિશોનો વિરોધ ઊભો થયો હતો. એટલું જ નહીં માલણ દરવાજાથી ગાંમડા તરફનો રસ્તો જતો હોવાથી ગ્રામ્યજનોએ પણ આ ડુંગર હટાવી લેવાની માગ કરવામાં આવી હતી. આખરે […]

પાલનપુર નજીક 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયોઃ 6 શખસો પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની થયેલી લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી દીધો છે. પાલનપુર નજીક અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના કર્મચારી પાસેથી ત્રણ કરોડની કિંમતના સાના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થયેલા 6  શખસોને નાકાબંધી કરી પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પાટણ પોલીસે લૂંટારૂ શખસો પાસેથી 3 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code