દાંતીવાડ નજીક ટેન્કરે પોલીસની જીપને ટક્કર મારતા આગ લાગીઃ ટેન્કરના ક્લીનરનું મોત
પાલનપુર : જિલ્લાના વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનો આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા […]