મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત
નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. […]