મુખ્યમંત્રીનો 79મા સ્વાતંત્ર્ય પર્વએ પ્રજાજોગ સંદેશઃ રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે રાખવાનું આહ્વાન
આઝાદીનાસાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે, દેશનીસુરક્ષા–સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે, ગુજરાતમાંઆપણે ગામે-ગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. […]