પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર દેખાવો કરનારા ખેડૂતોના તંબુઓ હટાવાયાં
નવી દિલ્હીઃ પંજાબ પોલીસે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવ્યો અને તંબુઓ તોડી પાડ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ તૈનાતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા હતા. […]