અમદાવાદમાં વરસાદી માહોલઃ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિ અને આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદના એલિસબ્રિજ, લાલદરવાજા, આસ્ટોડિયા, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, વાડજ, શ્યામલ ચાર રસ્તા, સરખેજ સહિત તમામ […]


