1. Home
  2. Tag "Rain"

રાજ્યના 113 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં 98 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી […]

અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા

શહેરમાં બપોર સુધીમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો, સામાન્ય વરસાદમાં કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા, વરસાદને લીધે વાતારવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદઃ શહેરમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. અને આજે સવારથી સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓફિસ જવાના સમયે […]

કડીમાં વરસાદને લીધે અન્ડરબ્રિજમાં પાણી ભરાતાં ટ્રાફિક જામ

કડીના બન્ને અન્ડરબ્રિજમાં પાણી ભરાતાં 5 કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો, દર વખતે સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, એક મહિનાથી રેલવે બ્રોડગેજનું કામ પણ ચાલુ હોવાથી લોકો પરેશાન મહેસાણાઃ કડી શહેરમાં ગઈ રાતના સમયે ભારે વરસાદ પડતા શહેરના બન્ને અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં 5 કિમી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કડીના […]

વડોદરામાં વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા વીજપોલ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી, 4નાં મોત

વડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફુંકાયો માત્ર બેથી-ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો, વૃક્ષો પડતા 29 વાહનો દબાયા વડોદરાઃ શહેરમાં ગઈકાલે સમીસાંજ બાદ 110 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો, ત્રણ સ્થળોએ વીજળીના પોલ અને હોર્ડિંગ તેમજ અનેક માકાનોના છપરા ઊડી ગયા હતા. અણધારી આલેવી આફતથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને કારણે શહેરના […]

મુંબઈમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું, ચોર વ્યક્તિના મોત

ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને વ્યાપક અસર સ્કૂલોમાં રજા જાહેર કરાઈ મુંબઈઃ મુશળધાર વરસાદના કારણે મુંબઈમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનના ટ્રેક પર પાણી ભરાઈ જતા અનેક રૂટ પ્રભાવિત થયા હતા. ભારે વરસાદને […]

વડોદરામાં ગત રાતે વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીમાંથી રાહત મળી, નવરાત્રી માટે તૈયાર કરેલા મેદાનો ધોવાયા, વડોદરાઃ શહેરમાં ગત મોડી રાત્રે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ભારે પવનના કારણે, વૃક્ષો, હોલ્ડિંગ જમીન દોસ્ત થવાની સાથે વીજળી પણ ડૂલ થઈ હતી. ભાદરવાની અસહ્ય ગરમી બાદ વડોદરામાં મોડી રાત્રે પવનના સુસવાટા સાથે […]

અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ: ગ્રેટર નોઈડામાં વરસાદને કારણે ચોથા દિવસની રમત પણ રદ્દ

હવે એક પણ બોલ ફેંક્યા વિના, મેચ રદ્દ થવાની સંભાવના આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથ નિર્ણય લેશે નવી દિલ્હીઃ શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં, સતત વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ગુરુવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ઑફ ટેસ્ટનો ચોથો દિવસ પણ રદ કરવામાં આવ્યો હતો. હવે એક પણ બોલ ફેંક્યા વિના, મેચ રદ્દ થવાની સંભાવના હોવાથી, […]

ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદ, વિજાપુર અને માણસામાં 4 ઈંચથી વધુ,

ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, મહેસાણામાં ગોપાનાળાં અને ભમ્મરિયા નાળા ભરાયા, ગુજરાતમાં બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં 9મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ગાંધીનગરના માણસામાં 4 ઈંચથી વધુ અને મહેસાણાના વિજારપુરમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ […]

અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ, રોડ-રસ્તાઓ પર ભરાયા પાણી ભરાયા

આકાશમાં ઘનઘોર વાદળોથી અંધારપટ છવાયો, બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકાથી વધુ વરસાદ પડ્યો, પાલનપુરઃ બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત રાતથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં  યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં અંધારપટ છવાયું હતું. […]

ગુજરાતમાં બપોર સુધીમાં 170 તાલુકામાં વરસાદ, પૂર્ણા સહિત અનેક નદીઓ ગાંડીતૂર

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન વાલીયામાં 12 ઈંચ, તાપીના સોનગઢમાં 10 ઈંચ, અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી નડિયાદમાં મકાન ધરાશાયી, સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code