અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી. મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં […]


