સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. […]


