ગુજરાતઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં
ગાંધીનગરઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતી તા.21-08-2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા […]