સાતમ-આઠમ અને દિવાળી પર કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સિંગતેલ અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તહેવારોના ટાણે જ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સાતમ-આઠમ અને દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે સસ્તા ભાવે અનાજ ખરીદતાં કાર્ડધારકોને સસ્તા ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું […]