1. Home
  2. Tag "Samachar Article"

જ્વાળામુખીમાંથી નીકળતો રાખનો પ્લુમ ઉત્તર ભારત તરફ વધ્યો, તંત્ર એલર્ટ બન્યું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન એજન્સી, IndiametSkyએ સોમવારે મોડી રાત્રે તેના સત્તાવાર ‘X’ હેન્ડલ પર એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરી હતી. જે અનુસાર, ઈન્ડોનેશિયામાં સક્રિય જ્વાળામુખીમાંથી નીકળતો રાખનો પ્લુમ હવે ઓમાન-અરબી સમુદ્ર પ્રદેશમાંથી ઉત્તર અને મધ્ય ભારતના મેદાનો તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવાયું હતું. આ પ્લમ મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઈડથી ભરેલો છે, જ્યારે જ્વાળામુખીની રાખનું પ્રમાણ […]

બિહારઃ 5 વર્ષમાં 1 કરોડ યુવાઓને રોજગાર આપશે નીતીશ સરકાર

પાટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળી રહેલી પ્રચંડ જીત બાદ નવી નીતીશ સરકારની પ્રથમ મંત્રિમંડળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આગામી 5 વર્ષના વિકાસ એજન્ડા અને સરકારના મોટા લક્ષ્યોનું બ્લૂપ્રિન્ટ રજૂ કર્યું હતું. બેઠક પછી મુખ્યમંત્રીએ જણાવ્યું કે બિહાર સરકારે આવતા પાંચ વર્ષમાં 1 કરોડ યુવાઓને રોજગાર આપવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તે […]

અફઘાનિસ્તાન–પાકિસ્તાન સંઘર્ષ ઉગ્ર બન્યું: પાકિસ્તાની સેનાની બોમ્બબારીમાં 9 બાળકો સહિત 10નાં મોત

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો, એક તરફ બંને દેશો વચ્ચે શાંતિ ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાની સૈન્ય અફઘાન વિસ્તારમાં ઘુસણખોરી કરી બોમ્બબારી ચાલુ રાખી રહ્યું છે. મોડી રાત્રે પાકિસ્તાની આર્મીએ અફઘાનિસ્તાનની અંદર પ્રવેશ કરી હુમલો કર્યાનું અફઘાન સરકારએ જણાવ્યું છે. અફઘાન સરકારના પ્રવક્તા જ્યારેહુલ્લાહ મુજાહિદએ […]

સંસદના શિયાળુસત્રને લઈને 30 નવેમ્બરે સર્વદળીય બેઠક યોજાશે

દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રને યોગ્ય ચલાવવા અને સતત થઈ રહેલા હંગામાને થાળે પાડવા કેન્દ્રે પ્રતિપક્ષોને સાથે લેવા પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રો અનુસાર સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 30 નવેમ્બરના રોજ સર્વદલીય બેઠક બોલાવી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. શિયાળુ સત્રમાં  સરકાર કુલ 10 નવા વિધાયકો (બિલ) રજૂ કરવાની […]

સદીઓની વેદના આજે શાંત થઈઃ નરેન્દ્ર મોદી

અયોધ્યાઃ રામ નગરી અયોધ્યામાં રામ મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજાના આરોહણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે અયોધ્યા મંદિરમાં ધર્મ ધ્વજાની સ્થાપના ભારતીય સંસ્કૃતિ અને રામરાજ્યના આદર્શોની પુનઃસ્થાપનાનો પવિત્ર પ્રસંગ છે. PM મોદીએ કહ્યું કે ધર્મ ધ્વજા પર દર્શાવેલ કોવિદાર વૃક્ષ એ આપણને યાદ અપાવે છે […]

દિલ્હીમાં ગંભીર પ્રદુષણને પગલે સરકારનો નિર્ણય, 50 ટકા સ્ટાફ ઘરેથી કામ કરશે

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)ના નિર્દેશોના આધારે હવે રાજધાનીના સરકારી તથા ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986ની કલમ 5 હેઠળ આ આદેશ તમામ સરકારી વિભાગો અને તમામ ખાનગી સંસ્થાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. ગ્રેડેડ […]

બગોદરા-બાવળા-સનાથળ સુધી હાઈવે પર ખાડાને લીધે થતો ટ્રાફિકજામ

અમદાવાદ-રાજકોટ સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સર્વિસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા, હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લેન બનાવવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યુ છે. કામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજીબાજુ […]

મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બિમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપોઃ કોંગ્રેસ

વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું, BLOની કામગીરી દરમિયાન મૃત્યુ માપેલા કર્મચારીઓના પરિવારને નોકરી-સહાય આપવા માગણી, વડોદરાઃ ગુજરાતમાં મતદાર સુધારણા (SIR)નું કામ ચાલી રહ્યું છે. જેમાં બીએલઓ અને સહાયક બીએલઓની કામગીરી શિક્ષકો સહિત કર્મચારીઓને સોંપવામાં આવી છે. શિક્ષકોએ તો શાળાઓમાં ભણાવવાની કામગીરી બાદ બીએલઓ તરીકેની કામગીરી કરવી પડે છે. કામના અસહ્ય ભારણને લીધે શિક્ષકો […]

ગુજરાતમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાઓમાં₹ 10 કરોડથી વધુનું વેચાણ, બે મહિનામાં સ્વદેશી મેળાઓની50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું […]

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત

પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પડતુ મુકી યુવાને કર્યો આપઘાત, પોલીસની હાજરીમાં યુવાન ચોથા માળે ટેરેસ પર કેમ ગયો તે અંગે સવાલો ઊઠ્યા, પોલીસ સ્ચટેશનમાં ઘટના બનતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા સુરતઃ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. ચાર માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. ચોથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code