ઉત્તર ગુજરાતમાં સતલાસણા અને શામળાજીમાં રોડ અકસ્માતના બે બનાવોમાં 7નાં મોત
અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં શનિવારે સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતોમાં સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેસાણાના સતલાસણા પાસે ગોઠડા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ અકસ્માતનો બીજો બનાવ શામળાજી […]