1. Home
  2. Tag "Saurashtra University"

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિ.નો યુવક મહોત્સવ મોકૂફ 16થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો મહોત્સવ વરસાદની આગાહીને કારણે મોકૂફ રખાયો મહોત્સવ  રાજકોટ:રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.આ યુવક મહોત્સવ આગામી તા.16 થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો.પરંતુ  હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 50માં યુવક મહોત્સવને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS દ્વારા તૈયાર કરાયેલો કોર્ષ આગામી વર્ષથી ભણાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે. આમ હવે યુનિવર્સિટીમાં બીએપીએસ દ્વારા તૈયાર કરાયેલો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે, સૂત્રોના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષો પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી પણ ઈન્ટરવ્યુ લેવાનું મૂહુર્ત મળતું નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ ત્રણ વર્ષ પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી હતી. ત્રણ વર્ષ બાદ પણ યુનિવર્સિટીના સત્તાધિશોને પ્રોફેસરની ભરતીના ઈન્ટરવ્યું લેવાનું કોઈ મૂહુર્ત મળતુ નથી. આથી ઉમેદવારોએ પણ ભરતીની આશા છોડી દીધી છે. સૂત્રોના જણાવ્ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચઢી છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BAPSએ તૈયાર કરેલો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ વિદ્યાર્થીઓને ભણાવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન  વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ગ્રામવિદ્યા, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને પરફોર્મિંગ આર્ટસ સહિતની વિદ્યાશાખાઓમાં ચાલુ વર્ષથી જ બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલો નવો કોર્સ ‘ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ’ (IPDC) તમામ ભવનોમાં ભણાવવામાં આવશે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ કોર્સ ભણાવવાનું શરૂ કરી દેવાશે. બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરેલા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાશે

રાજકોટઃ 2016 અને 2019 માં લેવાયેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા જૂના કોર્ષના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ત્રણ ઓગસ્ટથી ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જુના કોર્સના 20458 વિદ્યાર્થીઓ થાય છે. સાથોસાથ તારીખ 5 થી તારીખ 10 ઓગસ્ટ સુધી બી.એડ સેમેસ્ટર 2 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી કરવાનો ક્રેઝ વધ્યો, 149 બેઠકો માટે 2610 ફોર્મ ભરાયાં

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ જે તે વિષયમાં ડોક્ટરેટ યાને પીએચ.ડીની ડિગ્રી મેળવવાનો ક્રેઝ વધતો જાય છે. તમામ યુનિવર્સિટીઓમાં પીએચ.ડીમાં પ્રવેશ માટે નિયત બેઠકો કરતા 10 ગણા ફોર્મ ભરાઈ રહ્યા છે. એન્જિનિયરિંગના વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થીઓ પીએચ.ડી કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ પી.એચડીના સંશોધન કાર્ય ક્ષેત્રે સંકળાયેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવી રહી […]

રાજકોટ:સોરાષ્ટ્ર યુનિ.ખાતે તા.20 ઓક્ટોબર થી લશ્કરી ભરતી મેળો યોજાશે

શહેરમાં લશ્કરી ભરતી મેળો યોજાશે સોરાષ્ટ્ર યુનિવર્સીટી  ખાતે આયોજન  આગામી તા.20 ઓક્ટોબરથી યોજાશે મેળો  રાજકોટ:રાજકોટમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે.આગામી તારીખ 20 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી આ મેળો યોજાશે.શહેરના સોરાષ્ટ્ર યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા માટે 20 લાખ ખાખી, એક લાખ બારકોડ સ્ટીકર ખરીદશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ માટેની પરીક્ષાઓ માટે આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પરીક્ષા માટે 20 લાખ ખાખી સ્ટીકર અને એક લાખ વાઈટ બારકોડ સ્ટીકર ખરીદવાની દરખાસ્ત કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ માટે કુલ રૂપિયા 7 લાખ 75000 જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હવે લાઈવ જોઈ શકાશે, પ્રશ્નપત્રમાં દરેક કોલેજનો QR કોડ મુકાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાને વધુ પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code