1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અશ્વો વિના જ તબેલો બાંધી દીધો, અંતે વધેલી ગ્રાન્ટ પરત કરવી પડી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાઠીયાવાડી અશ્વના સંવર્ધન,સંશોધન અને તાલીમ માટે રૂપિયા 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ, ફેંસીન્ગ, સમ્પ, ઓફિસ  તૈયાર કરવામાં 20 લાખનો ખર્ચ કર્યા પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિતની રકમ પરત જમા કરાવી દેવા સરકારે સુચના આપી હતી. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 11મી માર્ચથી અભિવ્યક્તિ યુવક મહોત્સવ યોજાશે, 860 સ્પર્ધકો ભાગ લેશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 51મો યુવક મહોત્સવ કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આગામી તા.11મીથી બે દિવસીય યોજાશે. આ અભિવ્યક્તિ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધામાં પોતાની પ્રતિભા ખીલવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને અનુસ્નાતક ભવનોના 860 વિધાર્થીઓ ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11 અને 12 માર્ચના રોજ 51માં અભિવ્યક્તિ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ એક સાથે યોજવા સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેતી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ નજીકમાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહનું એક સાથે આયોજન કરવામાં આવતા અરાજકતા ફેલાય તેવી ભીતિ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિ.કોમન એક્ટ મુજબ કમિટીઓ ન રચાતા પદવીદાન યોજી શકાતો નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યનિવર્સિટી ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મૂજબ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરી દવેએ કોમન એક્ટ મામલે હજુ સુધી કમિટીઓ ન રચાતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો પદવીદાન સમારોહ છેલ્લાં 2 માસથી થઈ શક્યો નથી. જેના કારણે 150 ગોલ્ડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 20 કરોડના ખર્ચે બનેલા સંશોધન કેન્દ્રને લાગ્યા તાળાં, વિદ્યાર્થીઓને મુશ્કેલી

રાજકોટઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓને યુજીસી સહિત વિવિધ ગ્રાન્ટ મળતી હોય છે. ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી કામો કરવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન માટે ઉપયોગી બને તે માટે રૂ.20 કરોડનાં ખર્ચે NFDD હોલનું વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનાં તત્કાલિન પ્રોફેસર ડો. અનામિક શાહના પ્રયાસોથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1.50 કરોડનું NMR સહિતના મશીનો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જગ્યાઓ ખાલી,વહિવટમાં કોન્ટ્રાક્ટ પર 285 કર્મચારીઓ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફનું 217નું સેટઅપ છે. જેમાંથી 64 જગ્યાઓ પર કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને 153 જગ્યા ખાલી છે.  યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના લીધે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે.  બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીને ખાનગી એજન્સી મારફત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાનું પર્યાય બની ગયા છે. તાજેતરમાં યુનિ. દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરીક્ષા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં મેરીટનો ઉલાળીયો કરવામાં આવતા અને હોનહાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આ મામલે યુનિ.ના સત્તાધિશોને વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યો દ્વારા રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા કોંગ્રેસના કાર્યકરો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 52મો વાર્ષિક ખેલકુદ મહોત્સવમાં સંલગ્ન 68 કોલેજોના 500 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. કુલપતિ ડૉ.નિલાબંરી દવેના અધ્યક્ષસ્થાને શનિવારથી યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં 38 સ્પર્ધાઓનું આયોજન થશે. વાર્ષિક ખેલકુદ મહોત્સવના આ ઉદ્ઘાટન સમારંભમાં આંતર યુનિવર્સિટી કુસ્તી તથા વેઇટિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પસંદ થયેલા ખેલાડીઓનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 12 ડિસેમ્બરથી સેમેસ્ટર 1ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી ડિસેમ્બરથી આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓના સેમેસ્ટાર-1ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જો કે, એલએલબી અને એલ એલએલએમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અગાઉની જેમ પેપેર લિક ન થાય તે માટે  જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રૂપારેલિયાનું રાજીનામું, ફરજમુક્તિની માગ પણ કૂલપતિએ ના પાડી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ હતી. રોજબરોજ નવા નવા વિવાદો સર્જાતા હતા. જેમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. રૂપારેલિયા પણ વિવાદના ઘેરામાં ફસાતા તેમણે દિવાળી પહેલા જ રજિસ્ટ્રારપદેથી રાજીનામું આપી દીધુ હતું અને હાલ પોતાને વહેલી તકે ફરજમુક્ત કરવાની માગ કરી રહ્યા છે પરંતુ  કુલપતિએ ઘસીને ના પાડીને જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code