લુણાવાડાઃ ભંગારની દુકાનમાંથી સરકારી યોજનાની સાઈકલો મળતા ખળભળાટ
અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા સાઈકલ આપવામાં આવે છે. દરમિયાન લુણાવાડામાં એક ભંગારની દુકાનમાંથી સરકારની વિવિધ યોજનામાં અપાતી સાઈકલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભંગારના જથ્થામાંથી એક બે નહીં પરંતુ 15 જેટલી સાઈકલ મળી આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા શહેરમાં ગોધરા […]