ગુજરાતમાં એકમાત્ર ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં, વૃક્ષની છાલનો વર્ષો પહેલા ગ્રંથ લખવા થતો હતો ઉપયોગ
અમદાવાદઃ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી સમાન છે. મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ વૃક્ષને કાયાપુટી (કાજુપુટી) અને પ્રાદેશિક ભાષામાં ભોજપત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભોજપત્રી વૃક્ષનો રોપો 1952માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ […]