કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: કાલે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
મોઢેરા, સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરોડો ચોથું સોલાર વિલેજ બન્યુ, ધોરડોમાં 81 રહેણાકમાં કુલ177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત કરાયા, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ ગાંધીનગરઃ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા. 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર […]