1. Home
  2. Tag "somnath"

સોમનાથના દરિયા કિનારાને ચોખ્ખો-ચણાક બનાવવા માટે સાગમટે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

વેરાવળ :  સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને ચોખ્ખુ-ચણાક બનાવવા માટે તંત્ર દ્વારા સાગમટે અભિયાન આદરવામાં આવ્યું હતું. શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ સમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને […]

યાત્રાધામ સોમનાથનો સમુદ્રદર્શન પથ શનિવારથી ખૂલશેઃ મરીન ડ્રાઈવ જેવો વોક-વે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

પ્રભાસપાટણઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્ર દર્શન પથ વોક-વે)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ. જેને  આવતીકાલ તા. 28મીના રોજ સવારે 6 વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકાશે તેમ ટ્રસ્ટે જાહેર કર્યુ છે. શ્રાવણ માસના તહેવારો અને રજાના દિવસોમાં આ ‘મરીન ડ્રાઇવ’ જેવો વોક-વે લોકો માટેના આકર્ષણમાં વધારો કરશે. સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે)નું લોકાર્પણ વડાપ્રધાન […]

પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર, ભક્તોની સોમનાથમાં ભારે ભીડ

મહાદેવના દર્શન માટે સોમનાથમાં ભારે ભીડ આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી હતી. વહેલી સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યસનું ભાથુ બાંઘ્યું હતું. આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર […]

પીએમ મોદી આવતી કાલે સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ ખાતે સમુદ્વ દર્શન પથ થી પ્રદર્શની સુધી અનેક યોજાઓનો આરંભ કરશે

સોમનાથ ખાતે પીએમ મોદી અનેક યોજનાનો કરશે આરંભ પીએમ મોદી 20 ઓગસ્ટે સમુદ્ર દર્શન પથથી પ્રદર્શનીની શરુઆત કરાવશે દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે  20 ઓગસ્ટના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થઘામ સોમનાથ મંદિરને લગતા અનેક પ્રોજેક્ટ્સનું  વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.આ બાબતે મળતી માહિતી મુજબ એમ મોદી સોમનાથ સમુદ્ર દર્શન […]

કાલે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ આવતી કાલ સોમવારથી થઈ રહી છે.  તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે. તમામ શિવાલયોમાં આ વર્ષે કોરોના કાળ દરમિયાન ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે. અમદાવાદનાં મુખ્ય મંદિર જેવા કે કાશી વિશ્વનાથ, ચંદ્રેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને ચકુડિયા મહાદેવ અને ભાડજના લમ્બેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં […]

સોમનાથ સમુદ્ર દર્શન માર્ગના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહને અપાયુ આમંત્રણ

વેરાવળઃ  બાર જયોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવે છે. વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન સોમનાથદાદાના દર્શન કરાવવામાં આવે છે. સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ કરાયેલા માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતા સંગ્રહાલય–મ્યુઝિયમનું લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ […]

કોરોનાને લીધે બંધ કરાયેલી સોમનાથ, બાંદ્રા, ઈંદોરની ટ્રેનો આવતા સપ્તાહની પુનઃ શરૂ કરાશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા જે ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. તે હવે પૂર્વવત કરવામાં આવી રહી છે. ચાલુ માસથી જ બીજી નવી ત્રણ ટ્રેન શરૂ કરવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. જેમાં જામનગર-બાંદ્રા, અમદાવાદ- સોમનાથ એકસપ્રેસ, વેરાવળ- ઈન્દોર ટ્રેન શરૂ થશે. જો કે આ ત્રણેય ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડશે. […]

સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર બહાર આવતા આપના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનો વિરોધ કરાયો

વેરાવળઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ લોક સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી  હાલ ગીર-સોમનાથના પ્રવાસે આવ્યા હતા. જે અનુસંધાને બન્ને નેતાઓએ આજે સોમવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરનો 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિન ઊજવાયો

 દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરનો જીણોદ્ધાર કરાયો હતો ધાર્મિક વાતાવરણમાં સોમનાથમાં કરાઈ ઉજવણી અમદાવાદઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા અને સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાઇ રહ્યો છે. 1951ના વેશાખસુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 […]

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારને વિના મુલ્યો પહોંચાડાતું ભોજન

વેરાવળઃ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની મદદે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ છે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટીન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે વેરાવળ સોમનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code