SPG ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું નિધન,આજે સવારે મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દિલ્હી: દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું બુધવારે સવારે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 61 વર્ષીય સિન્હાને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેરળ કેડરના 1987 બેચના IPS અધિકારી સિન્હાને તાજેતરમાં એસપીજીના ડિરેક્ટર તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અરુણ […]