1. Home
  2. Tag "start"

ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, પ્રિમોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ

રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ચોમાસાના વહેલા આગમનની સંભાવના અમદાવાદઃ રાજસ્થાન ઉપર સર્જાયેલ લો પ્રેશરને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ હતી. દરમિયાન ચરોતર પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારથી જ સમગ્ર આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. ચાલુ […]

તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 2600 બોક્સની આવક

જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીનું મોટું યાર્ડ ગણાતા તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્‍ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ […]

ગુજરાતમાં 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી […]

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા બાળકોને સિગ્નલ સ્કુલ બસ દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ

અમદાવાદ :  શહેરના ચાર રસ્તા પરના સિગ્નલો પર ભીખ માગતા અનેક બાળકો જોવા મળે છે. આવા ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાની ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ. અમદાવાદ શહેરમાં ભિક્ષુક […]

પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પ્રવાસીઓને મળશે રાહત

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તા 14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે તેમજ તમામ સ્ટેશનો પર રોકાશે. વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યુ કે, તારીખ 14 ફેબ્રુઆરીથી આગલી સૂચના સુધી ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર […]

કોરોનાના વધતા કેસ સામે આજથી ફ્રન્ટ વર્કર, સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે આજે સોમવારથી ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રીકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર […]

મહીસાગર: રાજ્યમાં પ્રથમવાર કોરોના ટેસ્ટીંગ માટે સંજીવની એક્સપ્રેસ બાઇકનો પ્રારંભ

અમદાવાદઃ મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-19 ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન […]

રાજ્યભરમાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ, રાજકોટમાં 71 શાળાઓમાં વેક્સિન કેમ્પ યોજાશે

રાજકોટઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો તી રહ્યો છે.બીજીબાજુ રાજ્યના 15 વર્ષછી 18 વર્ષની વયના તમામ યુવક-યુવતીઓને કોરોનાની વેક્સિન આપવાનો આવતી કાલે સોમવારથી પ્રારંભ કરવામાં આવશે. તા. 3 થી રાજકોટમાં 80 હજાર બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે અને સોમવારે પ્રથમ દિવસે 71 સ્કુલમાં કેમ્પ યોજીને 93 ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવશે તેવું રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત દેશના આ 13 શહેરોમાં 5G ઈન્ટરનેટ સર્વિસ શરૂ થશે

દિલ્હીઃ ભારતમાં 5જી ઈન્ટરનેટ સર્વિસનો ઈંતઝાર આગામી વર્ષ 2022માં ખતમ થઈ જશે. જેને સૌ પ્રથમ ભારતના 13 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. જે બાદ ધીરે-ધીરે શહેરો અને દેશના વિવિધ રાજ્યોમાં સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર 13 શહેરોમાં ટેલિકોમ ઓપરેટર્સએ પહેલાથી 5જી ટ્રાયલ સેટઅપ કરી દેવામાં આવ્યાં છે. આ શહેરોમાં અમદાવાદ, બેંગ્લોર, […]

માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છતાં હજું બે ઋતુનો અનુભવ, શનિવારથી ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ શિયાળાની ઋતુનો કારતક મહિનો પૂર્ણ થઈને માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ કડકડતી ઠંડી અનુભવાતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં બપોરે સામાન્ય ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અમ બે ઋતુ અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે. કે, શનિવારથી રાજ્યભરમાં ઠંડીમાં ક્રમશઃ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code