હર્ષ સંઘવીએ સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ
જૂનાગઢઃ સોમનાથ મંદિર નજીક ચોપાટીમાં મારૂતિ બીચ પર રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો છે. અહીં તા.18 માર્ચથી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે. ફેસ્ટિવલનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, આતશબાજી અને રંગબેરંગી ફૂગ્ગાઓ સાથે થયો હતો. દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ […]