1. Home
  2. Tag "student"

લો બોલો… વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબને બદલે પોતાની લવસ્ટોરી લખી, ફોટા થયા વાયરલ

નવી દિલ્હીઃ શાળા-કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ આખું વર્ષ મોજ-મસ્તી કરતા હોય છે, પરંતુ પરીક્ષાનો સમય આવતાં જ તેઓ ભણવાને બદલે આન્સરશીટમાં ખોટી વાતો લખે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં આવી વસ્તુઓ લખે છે જે પાછળથી ખૂબ વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની […]

ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટીઃ 14.9 લાખ શાળામાં 26.5 કરોડ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે આજે 2020-21 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) બહાર પાડ્યો છે, જે સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક અનન્ય સૂચક છે. ભારતીય શિક્ષણ પ્રણાલી લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ […]

બનાસકાંઠાઃ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલના બદલે વિદ્યાર્થીઓમાં સરકારી સ્કૂલમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી કંટાળીને વાલીઓ પણ હવે પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વર્ષે 2021-22માં ધો 2થી 8માં અભ્યાસ કરતા 3089 બાળકોએ ખાનગી શાળાને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ […]

ઉનાળુ વેકેશન પૂર્ણઃ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. તેમજ સ્કૂલો બાળકોની કોલાહલથી ગુંજી ઉઠી હતી. જો કે, બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો […]

ગુજરાતઃ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની માર્કશીટનું સોમવારે વિતરણ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત તા. 4નાં રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓની માર્કસશીટનું વિતરણ આગામી તા. 13ને સોમવારે સવારનાં 10 થી 6 કલાક દરમિયાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ […]

વડોદરા નજીક પરીક્ષા આપવા એક્ટિવા પર જઈ રહેલા સ્ટુડન્સને ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત,

વડોદરાઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાઘોડિયા નજીક વધુ એક અકસ્માતમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલી વિદ્યાર્થિની ભોગ બની હતી. પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવાચાલક […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના મહત્વના વિષયમાં સામાન્ય જ્ઞાન કે તેથી ઓછુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજો મહિનાઓ સુધી બંધ રહી હતી. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે અસર પડી છે. દરમિયાન રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ધો-10ના વિદ્યાર્થીઓ ગણીત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં નબળા હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાનમાં 96 ટકા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય કે તેથી નીચું […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 1500 વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા સીસીટીવી કેમેરામાં પકડાયા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં 1500 જેટલા પરીક્ષાર્થીઓ કોપી કરતાં સીસીટીવી ફૂટેજમાં ઝડપાયા હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતી મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ક્લાસરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી હતી. ધો-10ની પરીક્ષાના 3 જિલ્લાના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code