ભારતીય સેનાની ટુકડી ભારત-નેપાળ સંયુક્ત લશ્કરી કવાયત સૂર્ય કિરણ માટે રવાના
ભારતીય સેનાની 334 જવાનોની બનેલી ટુકડી આજે બટાલિયન સ્તરની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણની 18મી આવૃત્તિમાં ભાગ લેવા માટે નેપાળ જવા રવાના થઈ હતી. આ કવાયત 31 ડિસેમ્બર 2024 થી 13 જાન્યુઆરી 2025 સુધી નેપાળના સલઝંડી ખાતે હાથ ધરવામાં આવશે. આ એક વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે જે બંને દેશોમાં વૈકલ્પિક રીતે આયોજિત કરવામાં આવે છે. […]