1. Home
  2. Tag "Taja Samachar"

“જૈશ”ના ફિદાયીન મોડીયૂલનો પર્દાફાશ : આતંકી ડોકટર્સ તુર્કીમાં આતંકવાદીને મળવા ગયા હતા

નવી દિલ્હી: ફરિદાબાદ–સહારનપુર આતંકી મોડીયૂલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવી છે કે જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડીયૂલના આરોપી ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમર “Session” નામના એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપ દ્વારા તેમના હેન્ડલરો સાથે વાતચીત કરતા હતા. આ એપની ખાસિયત એ છે કે એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડતી નથી અને તેમાં ચેટનું મેટાડેટા […]

શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, કોર્ટ 17 નવેમ્બરે ચુકાદો આપશે; સેનાએ સંભાળ્યો ચાર્જ

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ જાહેરાત કરી કે તે 17 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપશે. શેખ હસીના પર ગયા જુલાઈમાં થયેલા વિદ્યાર્થી બળવા દરમિયાન સેંકડો લોકોની હત્યા અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ […]

પાકિસ્તાન પર આસીમ મુનીરનું સંપૂર્ણ નિયંત્રણ, સંસદમાં પસાર થયું ખાસ બિલ

નવી દિલ્હી: પાકિસ્તાનની સંસદે ભારે હોબાળા વચ્ચે 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપી. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સત્તાઓનું વિસ્તરણ કરતું 27મું બંધારણીય સુધારા બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયું. હકીકતમાં, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને હવે સંરક્ષણ દળોના વડાના નવા પદ પર બઢતી આપવામાં આવશે અને તેઓ ઔપચારિક રીતે નૌકાદળ અને વાયુસેનાની કમાન પણ સંભાળશે. […]

દિલ્હી બ્લાસ્ટ : ATSની ટીમે કાશ્મીરી ડૉ. આરિફની કરી અટકાયત, ડો. શાહીનના સતત સંપર્કમાં હતા

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને ફરીદાબાદના આતંકી મોડીયૂલની તપાસ દરમિયાન હવે કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં MDની તૈયારી કરી રહેલા ડૉ. આરિફનું નામ સામે આવ્યું છે. ATSએ ડૉ. આરિફને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તે આતંકી ડૉ. શાહીનનો ખુબ નજીકનો સાથીદાર હોવાનું બહાર આવ્યું છે. ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળ્યા બાદથી જ તપાસ […]

આતંકીઓ અયોધ્યામાં વિસ્ફોટ કરવા માગતા હતા, શાહીને સ્લીપર મોડ્યૂલ કર્યું હતું એક્ટિવ

લખનૌ: દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. આ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૂત્રો અનુસાર, આ આતંકી મોડીયૂલનો ટારગેટ ઉત્તર પ્રદેશના મંદિરો અને ધાર્મિક સ્થળો હતા, જેમાં ખાસ કરીને અયોધ્યા અને વારાણસી તેમનો મુખ્ય ટાર્ગેટ હોવાનું જાણવા મળે છે. માહિતી પ્રમાણે, શાહીન નામની મહિલા આતંકવાદીએ […]

દિલ્હી બોમ્બ વિસ્ફોટ પછી કાશ્મીરમાં મોટી કાર્યવાહી, ‘વ્હાઇટ કોલર ટેરર’ મોડ્યુલનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ, સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં ‘વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ’ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે, જે છેલ્લા મહિનામાં સામે આવેલા અનેક કેસોમાં મૂળ ધરાવે છે તેવું કહેવાય છે. અનંતનાગ, પુલવામા અને કુલગામમાંથી 10 શંકાસ્પદોની ધરપકડ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અનંતનાગ, પુલવામા અને કુલગામ જિલ્લામાં રાતોરાત સંયુક્ત સર્ચ […]

અસદ અલી U-13 સાઈઝીંગ ટ્રોફી સિઝનની મેચમાં GCI(B)ની ટીમે યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમને 9 વિકેટથી હરાવી

અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ ટ્રોફી સિઝન-2ની 30 ઓવરની મેચ યુનિકોર્ન ક્રિકેટ કલબ અને GCI(B) વચ્ચે અમદાવાદના અસદઅલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. જેમાં GCI(B)ની ટીમનો નવ વિકેટથી વિજય થયો હતો. GCI(B)ની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમે 30 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યાં […]

અમેરિકામાં 43 દિવસથી ચાલતુ શટડાઉન અંતે સમેટાયુ, બિલ ઉપર ટ્રમ્પે કર્યાં હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું ચાલેલું સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ પૂર્ણ થયું છે. શટડાઉનને સમાપ્ત કરવા માટેના બિલને ગૃહે મંજૂરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા છે. શટડાઉન સમાપ્ત કરવાના બિલને પસાર કરવા માટે સેનેટ દ્વારા સમર્થન મળ્યા બાદ ગૃહે પણ મંજૂરી આપી હતી. ગૃહે આ બિલને 222-209 મતોથી […]

કેબિનેટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના (CGSE)ને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પાત્રતા ધરાવતા નિકાસકારો, જેમાં MSME નો પણ સમાવેશ થાય છે, તેમને રૂ. 20000 કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડવા માટે સભ્ય ધિરાણ સંસ્થાઓ (Member Lending Institutions – MLIs) ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા 100% ક્રેડિટ ગેરંટી કવરેજ પ્રદાન કરવા માટે નિકાસકારો માટે […]

મોદી સરકારની નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નિકાસ પ્રોત્સાહન મિશન (Export Promotion Mission – EPM) ને મંજૂરી આપી છે — જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ એક મુખ્ય પહેલ છે. આ મિશન નાણાકીય વર્ષ 2025-26થી નાણાકીય વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code