તરણેતરના મેળામાં બીજા દિવસે પણ વરસાદનું ગ્રહણ નડ્યું, મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ કેન્સલ કરાયો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતરના ભાતીગળ લોક મેળામાં પ્રથમ દિવસથી વરસાદ વિધ્ન બન્યો છે. મેળાના બીજા દિવસે પણ સમયાંતરે વરસાદના ઝાપટાં પડતા અને તેના લીધે કાદવ-કીચડ થતાં લોકોમાં મેળાનો ઉત્સાહ ઘટી ગયો હતો. અને તરણેતરના મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ પણ કેન્સલ થયો હતો. લોકમેળામાં ચકડોળ સહિત વિવિધ સ્ટોલ ધારકો પણ લમણે હાથ દઈને […]