અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ટેક એકસ્પો ગુજરાત 2024 નું આયોજન
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તા. 20 અ 21મી ડિસેમ્બરના રોજ ટેક એકસ્પો ગુજરાતઃ એક પ્રીમિયર ટેકનોલોજી શોકેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાધુનિક ઉકેલો દર્શાવતું વ્યાપક ટેકનોલોજી પ્રદર્શનમાં એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર (ERP, CRM, HRMS), IOT, કોમ્પ્યુટર વિઝન, AI અને ઓટોમેશન, એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, વેબસાઇટ વિકાસ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ડિજિટલ માર્કેટિંગ સેવાઓને લઈને પ્રદર્શન યોજાશે. […]