1. Home
  2. Tag "temple"

મંદિર પર ધ્વજા ફરકાવવા પાછળનું કારણ આ છે! જાણો તેના વિશે

ભારતના કોઈ પણ ખુણામાં જાવ, કે અત્યારે વિશ્વના કોઈ પણ ખુણામાં જાવ હંમેશા મંદિર પર ધ્વજા તો જોવા મળશે. આપણે સૌ તેનું માન રાખીએ છે અને તેને નતમસ્તક થઈ છે, પણ શું તમને મંદિર પર ધ્વજા કેમ હોય છે તેના વિશે જાણ છે? આ બાબતે જાણકારોનું કહેવું છે કે અથવા તેમનો અભિપ્રાય એવો છે કે […]

યાત્રાધામ પાવાગઢમાં નીજ મંદિર સુધી ડુંગરના પથ્થરો કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરાશે

વડોદરાઃ  પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને જતાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગર કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ઘણાબધા યાત્રિકો ડુંગર પર પગથિયા ચડીને દર્શને જઈ શક્તા નથી. રોપ-વેમાં પણ યાત્રિકોની સારી એવી ભીડ રહેતી હોય છે. આથી લિફ્ટની સુવિધા ઊભી કરવામાં […]

સરકારમાં તાકાત તો તાજમહેલને મંદિર બનાવી બતાવે : મહેબુબા મુફતીની ગર્ભીત ધમકી

નવી દિલ્હીઃ આગ્રામાં તાજમહેલને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદમાં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મબેબૂબા મુફતીએ ઝુકાવ્યું છે અને ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફતીએ ભાજપ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

જમ્મુના સિદ્દડા વિસ્તારમાં અસામાજીક તત્વોએ એક મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ જમ્મુના સિદ્દારા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે. જમ્મુના સિદ્દારા વિસ્તારમાં બનેલા લક્ષ્મી નરસિંહ મંદિરની […]

આંધ્રપ્રદેશઃ દિવાલમાં બાખોરુ પાડીને મંદિરમાં ચોરી કરવા ઘુસેલો તસ્કર ફસાયો

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારો તસ્કર વિચિત્ર પરિસ્થિતિમાં ફસાતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મંદિરમાંથી ભગવાનના આભુષણોની ચોરી કરવા માટે દિવાસમાં બાખોરુ પાડીને અંદર ઘુસેલો અજાણ્યો શખશ ફસાઈ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં જામી યેલમ્મા મંદિરમાં બારી તોડીને અજાણ્યો શખસ અંદર ઘુસ્યો હતો. તેમજ ભગવાનની મૂર્તિને […]

મથુરાના 3 મંદિરોનો કાશી વિશ્વનાથ મંદિરની જેમ વિકાસ કરવાની માંગણી

લખનૌઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી કે, ત્રણ મંદિરોનો પણ વિકાસ કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ વિકાસ કરવો જોઈએ, હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન મે તેમને મંદિરના વિકાસને લઈને પત્ર આપ્યો છે. મથરા જનપથમાં સ્થિત ગોવર્ધનની દાન ઘાટી મંદિર, વરસાનાના શ્રીજી મંદિર અને વૃંદાવનના […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં રંગોત્સવ ઊજવાયો, રંગનો બ્લાસ્ટ કરાતાં આકાશ રંગબેરંગી થયું

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી . દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને […]

ઘેલા સોમનાથ મંદિર શિવરાત્રિએ 24 કલાક ખુલ્લું રહેશે, જળ અને દુગ્ધાભિષેક સાથે ગુંજશે શિવનાદ

રાજકોટઃ મહા શિવરાત્રિના પર્વને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતમ ઊજવણી કરવામાં આવશે. પ્રભાસપાટણ સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ બાદ જેમનું સ્થાન શિરમોર ગણાય છે તેવા ઘેલા સોમનાથ મંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે […]

બહુચરાજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખૂલતા પ્રથમ દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

મહેસાણાઃ જિલ્લામાં સુપ્રસિદ્ધ બહુચર માતાજીનું મંદિર આવેલું છે. રોજબરોજ અનેક ભાવિકો દર્શન માટે આવતા હોય છે. પણ કોરોનાને લીધે 15 દિવસથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થતા ફરીવાર મંદિર આજે 1લી ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. જોકે આજે દર્શનાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. જિલ્લામાં આવેલા યાત્રાધામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code